Posts

Showing posts from June, 2024

ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર...

ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #GujaratGovernment #newsupdates #gujarat Posted by Gujarat Information on  Sunday, June 30, 2024

Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.

Image
  Surat (Mahuva) : મહુવા તાલુકાના ગાંગડિયા ગામની શિક્ષકપુત્રીએ નોકરીનો પ્રથમ પગાર  વસરાઈ ધોડિયા સમાજ ભવનના નિર્માણ માટે દાન કર્યો.  મું. ગાંગડીયા,તા.મહુવા, જિ. સુરત, શિક્ષકશ્રી પ્રફુલભાઇ પટેલ, પ્રોફેસર કુ. હેતા, પરિવારજનો અને ધોડિયા સમાજ માટે તારીખ 26-06-2 024નો દિવસ યાદગાર બન્યો.  પ્રફુલભાઇ પટેલ દિશા ધોડિયા સંગઠનના પાયાના કાર્યકર છે.  તેમજ  તેઓ એક એવોર્ડ વિનર શિક્ષક, જિલ્લા સંઘ, રાજ્યસંઘમાં પ્રતિનિધિત્વ કરનાર, સમાજના હિતેચ્છુ અને     સતત પ્રવૃત કર્મનિષ્ઠ યોગી. તેમની  દીકરી હેતાએ (msc.med.Gset - maths - Edu. TAT 1-2-CTET -) પૂર્ણ કરી હાલ જામનગર Bed કોલેજમાં કાયમી લેક્ચર તરીકે નિમણૂક પામી છે.તેમણે કર્મભૂમિ અને સમાજને યાદ કરી નોકરીનો પ્રથમ પગાર ૫૧,૦૦૦/- અંકે રૂપિયા એકાવન હજાર દિશા ધોડિયા સમાજ વસરાઇ સમાજભવન નિર્માણ માટે દાનમાં આપી આદિવાસી ધોડિયા સમાજમાં દાનને યોગ્ય દિશામાં આપવા માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.  સાધારણ પરિવારની આ અસાધારણ ઉદારવૃત્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.જે ધોડિયા સમાજ સદાય માટે  યાદગાર અને પ્રેરણાદાયી રહેશે. આજે સમાજ મ...

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

Image
Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25 Posted by  Khengariya PrimarySchool  on  Wednesday, June 26, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

Image
 Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..

ફોટોસ્ટોરી: સોનગઢ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

Image
ફોટોસ્ટોરી: સોનગઢ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી  માહિતી બ્યુરો, તાપી તા.૨૧ સ્વસ્થ મન+સ્વસ્થ શરીર=સ્વસ્થ સમાજના મંત્ર સાથે આજ રોજ તાપી જિલ્લના સોનગઢ તાલુકા સ્થિત સેન્ટર ઓફ એકસેલન્સ ઇન અક્વાકલ્ચર કામધેનું  યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર  ખાતે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી  કરવામાં આવી હતી. સેન્ટર ઓફ ઍક્સલન્સના વડા ડો. સ્મિત લેન્ડે અને અન્ય સ્ટાફે યોગા અને વિવિધ આસનો કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. ફોટોસ્ટોરી માહિતી બ્યુરો, તાપી તા.૨૧ સ્વસ્થ મન+સ્વસ્થ શરીર=સ્વસ્થ સમાજના મંત્ર સાથે આજ રોજ તાપી જિલ્લના સોનગઢ તાલુકા... Posted by  Info Tapi GoG  on  Friday, June 21, 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ.

Image
 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ. માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ₹36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલ 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ... શહેરની વસ્ત્રાપુર સરકારી વસાહત પ્રાથમિક શાળા તેમજ નારણપુરા ગુજરાતી શાળા નંબર-1ની અનુપમ (સ્માર્ટ) શાળાઓની મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીશ્રીએ શાળાની સુવિધાઓનું નિરિક્ષણ કરી બાળકો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ શાળાના બાળકો દ્વારા આયોજિત શિક્ષણ પ્રદર્શનની રસપૂર્વક મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા; મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું... માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની... Posted by  Gujarat Information  on  Friday, June 21, 2024

Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ

Image
Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ માહિતી બ્યુરો,તાપી તા.૨૧ શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા  પનિયારી -વ્યારા ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર યોગ કરી આપણા ભારતીય સંસ્કૃતિની લગભગ પાંચ હજાર વર્ષ પહેલા શરૂ થયેલી યોગ પ્રણાલીને જીવંત રાખવામાં સહભાગી થયા હતા.બાળકોને માનવ જીવનમાં યોગનું કેટલુ મહત્વ છે તે અંગેની સમજ પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા તથા યોગગુરુ દિપાલીબેન ડી. શાહ દ્વારા કરવામાં આવેલ છે. વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ - માહિતી બ્યુરો,તાપી તા.૨૧... Posted by  Info Tapi GoG  on  Friday, June 21, 2024

Navsari : નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

Image
   Navsari : નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ આગામી સમયમાં ચોમાસા સંદર્ભે પૂર્વ તૈયારી અને સુઆયોજન સાથે ફરજ નિભાવવા અપીલ કરતા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે નવસારી, તા.૨૧: આજરોજ નવસારી જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા સહિત વિવિધ સંકલન સમિતિના સભ્યોને ઉપસ્થિતીમાં યોજાઇ હતી.  આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પદાધિકારીશ્રીઓને આવકારી બેઠકનો પ્રારંભ કરાયો હતો. જેમાં ભાગ-૧માં પદાધિકારીઓ વતી મળેલા પ્રશ્નો અંગે ચર્ચા તથા ભાગ-૨માં સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન અધ્યક્ષશ્રીએ આપ્યું હતું.  વધુમાં આગામી દિવસોમાં આવી રહેલા વિકાસલક્ષી કાર્યક્રમો જેમાં શાળા પ્રવેશોત્સવ, શાળા આરોગ્ય તપાસણી જેવા કાર્યક્રમોમાં તમામ વિભાગો એકમેક સાથે સંકલનથી કાર્ય કરી સુચારૂ રીતે તમામ કાર્યક્રમો પુરા પાડે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે આવતા સમયમાં ખાસ કરીને ચોમાસામાં પૂર્વ તૈયારી અને સુઆયોજન સા...

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

Image
 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું.  વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને ...

ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો.

Image
 ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો. ચીખલી તાલુકાના ગોડથલ ગામની માળી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ગણદેવી વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આજીવન માઁ સરસ્વતીની સાધના કરનાર શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલને વંદન સહ પુષ્પગુચ્છથી અભિવાદન કરી સ્વસ્થ અને સમૃદ્ધ નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી. આજરોજ ચીખલી તાલુકાના ગોડથલ ગામે, માળી ફળિયા પ્રાથમિક શાળા ખાતે વયનિવૃત્ત થતા મુખ્ય શિક્ષિકા શ્રીમતી હંસાબેન પટેલના... Posted by Naresh Patel on  Tuesday, June 18, 2024

વિદ્યાર્થીને શીખવવાને બદલે જાતે શીખતો કરે, એ શિક્ષક સાચો

Image
  વિદ્યાર્થીને શીખવવાને બદલે જાતે શીખતો કરે, એ શિક્ષક સાચો

નાનીવહીયાળના રાજમહેલને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે

Image
 નાનીવહીયાળના રાજમહેલને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેકટર અનસૂયા જહાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ તિથલ બીચ અને વિલ્સન હિલના વિકાસ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વલસાડ-ડાંગના નવા ચૂંટાયેલા સાંસદ ધવલભાઈ પટેલનું જિલ્લા કલેકટર એ સ્વાગત કર્યું હતું. બેઠકમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ પ્રાંત અધિકારી દ્વારા તિથલ સ્વામિનારાયણ મંદિર, ઘડોઈ ગામમાં ઘાટકેશ્વર મહાદેવ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવા, વલસાડ તાલુકાના ભૂતસર ગામમાં શ્રી મહાલક્ષ્મી મંદિરનો વિકાસ કરવા, નનકવાડા ખાતે આવેલા તળાવનું બ્યુટીફિકેશન અને દાંતી કકવાડી દરિયા કાંઠે પ્રવાસીઓ માટે બીચ બનાવવા. અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તિથલ સ્વામીનારાયણ મંદિર અને ભૂતસરનું મહાલક્ષ્મી માતાના મંદિરના વિકાસ માટે ટ્રસ્ટી મંડળ ૨૦ ટકા લોકફાળાની રકમ ભરવા સંમત હોવાનું જણાવતા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જ્યારે નનકવાડા ...

ભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમની સામેલ

Image
 ભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમની સામેલ અમદાવાદ, તા. ૧૬ : યુનેસ્કો (UNESCO) ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઈલ્સ એવોર્ડ અંતર્ગત ભૂજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ હોય એવું પ્રથમવાર સ્મૃતિવનના કિસ્સામાં બન્યું છે. આ સન્માન ગુજરાતને પ્રાપ્ત થયું છે. આ ઘટના દરેક ગુજરાતીને અપાર ગૌરવ અપાવનારી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી સમગ્ર ટીમને આ ગૌરવસિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ત્રાટકેલા ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને ધમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૮મી, ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ વડા- ધાન નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. સ્મૃતિવન ભૂજના ભુજિયો...

અમદાવાદમાં પારિજાત પરિવાર સાહિત્ય ગ્રૂપ દ્વારા ત્રિવિધ સાહિત્યિક કાર્યક્રમ યોજાયો

Image
 અમદાવાદમાં પારિજાત પરિવાર સાહિત્ય ગ્રૂપ દ્વારા ત્રિવિધ સાહિત્યિક કાર્યક્રમ યોજાયો

ગાંધીનગરમાં ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

Image
 ગાંધીનગરમાં ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો

નાનાંપોંઢા: ડૉ. અરવિદભાઈ પટેલ કૃત ‘ધોડિયા લોકવાર્તા” પુસ્તક ધરમપુર મહારાણા દેવજી લાઈબ્રેરીને ભેટ

Image
   નાનાંપોંઢા: ડૉ. અરવિદભાઈ પટેલ કૃત ‘ધોડિયા લોકવાર્તા” પુસ્તક ધરમપુર મહારાણા દેવજી લાઈબ્રેરીને ભેટ

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનાઓ દ્વારા જન જાગ્રૃતી સંદેશ.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનાઓ દ્વારા જન જાગ્રૃતી સંદેશ. "સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનાઓ દ્વારા જન જાગ્રૃતી સંદેશ." સાયબર ગઠીયાઓ દ્વારા થતા સાઈબર ક્રાઇમમાં સાવચેતી એજ સાવધાની છે. આપ સૌ પણ આ પ્રકારની છેતરપીંડીથી બચો. "સાયબર ક્રાઇમની ફરીયાદ માટે ડાયલ કરો-૧૯૩૦" @CMOGuj @dgpgujarat @GujaratPolice @Harsh_Office @IPS_VijayPatel pic.twitter.com/zKV9ChIXsN — Sabarkantha Police (@SPSabarkantha) June 14, 2024

અધતન સુવિધાઓથી સજ્જ કઠોદરા પ્રાથમિક શાળા ક્રમાંક - ૩૮૫ નું લોકાર્પણ

અધતન સુવિધાઓથી સજ્જ કઠોદરા પ્રાથમિક શાળા ક્રમાંક - ૩૮૫ નું લોકાર્પણ "સરસ્વતી ધામનું લોકાર્પિત" આજરોજ અંદાજે રૂ ૫ કરોડના ખર્ચે અધતન સુવિધાઓથી સજ્જ કઠોદરા પ્રાથમિક શાળા ક્રમાંક - ૩૮૫ નું લોકાર્પણ કર્યું. આ શાળાનો લાભ કઠોદરા અને આસપાસના વિસ્તારના બાળકોને મળશે. માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગના… pic.twitter.com/nR54OD6Z96 — Praful Pansheriya (@prafulpbjp) June 15, 2024

Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.

Image
  Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું. View this post on Instagram A post shared by @khergam_news_updates