ભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમની સામેલ

 ભૂજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમની સામેલ


અમદાવાદ, તા. ૧૬ : યુનેસ્કો (UNESCO) ખાતે પ્રતિ

વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેઈલ્સ એવોર્ડ અંતર્ગત ભૂજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. ભારતના કોઈ મ્યુઝિયમને આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ હોય એવું પ્રથમવાર સ્મૃતિવનના કિસ્સામાં બન્યું છે. આ સન્માન ગુજરાતને પ્રાપ્ત થયું છે. આ ઘટના દરેક ગુજરાતીને અપાર ગૌરવ અપાવનારી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી સમગ્ર ટીમને આ ગૌરવસિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યા છે. ગુજરાતમાં ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૧ના રોજ ત્રાટકેલા ગોઝારા ભૂકંપે જ્યારે કચ્છને

ધમરોળી નાખ્યું હતું, તે સમયે તેમાં જીવ ગુમાવનારા નાગરિકોના સ્મરણમાં સ્મૃતિવન ભૂકંપ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે. ૨૮મી, ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ વડા- ધાન નરેન્દ્ર મોદીએ આ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું. સ્મૃતિવન ભૂજના ભુજિયો ડુંગર પર ૪૭૦ એકર વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં, વિશ્વનું સૌથી વિશાળ મિયાવાકી જંગલ છે, જેમાં પ લાખ વૃક્ષો છે. તે સિવાય ૫૦ ચેકડેમ છે, જેમાં શ્રદ્ધાંજલિ તરીકે કુલ ૧૨,૯૩૨ પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે. આ ઉપરાંત સન પોઈન્ટ, ૮

કિમી લંબાઈના ઓવરઓલ પાથવે, ૧.૨ કિમી આંતરિક રોડ, ૧ મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, ૩ હજાર મુલાકાતીઓ માટે પૉકિંગ, ૩૦૦થી વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, ૫ લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઈલેક્ટ્રિક લાઈટિંગ અને ૧૧,૫૦૦ ચોરસ મીટરમાં ભૂકંપને

સમર્પિત મ્યુઝિયમનો સમાવેશ થાય છે. અહીં ૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવે છે. ૩૬૦ ડિગ્રી પર પ્રોજેક્શનની મદદથી ૨૦૦૧માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરી શકાય છે.

અહીં નોંધવું ઘટે કે, ગત વર્ષે ગુજરાતના ગરબાને પણ આંતરરાષ્ટ્રીય ગૌરવ નપ્ત થયું હતું. યુનેસ્કોએ “ગુજરાતના ગરબા' ને પોતાની ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ (ICH – અમૂર્ત સાંસ્કૃતિક વારસો) ઓફ હ્યુમેનિટીની યાદીમાં ૧૫મા એલિમેન્ટ તરીકે સામેલ કર્યા હતા. આ સાથે જ, ગત વર્ષે યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) એ ગુજરાતના ધોરડોને ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ' નું સન્માન આપ્યું હતું.

Comments