નાનીવહીયાળના રાજમહેલને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે

 નાનીવહીયાળના રાજમહેલને પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે

જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક જિલ્લા કલેકટર અનસૂયા જહાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. જેમાં જિલ્લાના મુખ્ય પ્રવાસન સ્થળ તિથલ બીચ અને વિલ્સન હિલના વિકાસ બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ બેઠકમાં વલસાડ-ડાંગના નવા ચૂંટાયેલા સાંસદ ધવલભાઈ પટેલનું જિલ્લા કલેકટર એ સ્વાગત કર્યું હતું. બેઠકમાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ઉમરગામના ધારાસભ્ય

રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ પ્રાંત અધિકારી દ્વારા તિથલ સ્વામિનારાયણ મંદિર, ઘડોઈ ગામમાં ઘાટકેશ્વર મહાદેવ મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવવા, વલસાડ તાલુકાના ભૂતસર ગામમાં શ્રી મહાલક્ષ્મી મંદિરનો વિકાસ કરવા, નનકવાડા ખાતે આવેલા તળાવનું બ્યુટીફિકેશન અને દાંતી કકવાડી દરિયા કાંઠે પ્રવાસીઓ માટે બીચ બનાવવા.

અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તિથલ સ્વામીનારાયણ મંદિર અને ભૂતસરનું મહાલક્ષ્મી માતાના મંદિરના વિકાસ માટે ટ્રસ્ટી મંડળ ૨૦ ટકા લોકફાળાની રકમ ભરવા સંમત હોવાનું જણાવતા સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. જ્યારે નનકવાડા તળાવ અને દાંતી કકવાડી બીચ માટે મામલતદારનો અભિપ્રાય બાદ નિર્ણય લેવાનું નક્કી કરાયું હતું.

ઉત્તર વન વિભાગના નાયબ વન સરંક્ષક દ્વારા પારનેરા હિલ સ્ટેશન પર વધારાના કામો બાબતે ચર્ચા થતા ધારાસભ્ય ભરતભાઈએ શિવાજી મહારાજ સાથે જોડાયેલા આ પ્રાચીન કિલ્લાની જાળવણી પર વધુ ભાર મુકયો હતો. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈએ ધરમપુરના વાઘવળ ગામમાં શંકર ધોધ ઈટો ટુરિઝમ ખાતે લોકોની સુરક્ષા સલામતી વધારવા માટે ટોઈલેટ, વ્યુઇંગ ગેલેરી સહિતના કામો અંગે રજૂઆત કરી હતી. 

Comments